મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના વાવડી ગામ પાસે કબીર આશ્રમ નજીક અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કારના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામના હરેશભાઈ રતિલાલ પરમાર (૪૫) નામનો યુવાન બાઈક લઈને મોરબીના વાવડી ગામ પાસેના કબીર આશ્રમ નજીકથી જતો હતો.ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લીધો હતો. જે બનાવમાં ઇજા પામેલ હરેશભાઈને મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળક સારવારમાં
મોરબીના શનાળા રોડ ખેરની વાડી રામજી મંદિર પાસે રહેતા પરિવારનો પ્રકાશ પ્રવીણભાઈ કંજારીયા નામનો છ વર્ષનો બાળક વાહનમાં બેસીને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા પડી જતા સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મચ્છુ ડેમ નજીક થયેલ મારામારીના બનાવમાં દિનેશભાઈ લક્ષ્મણભાઈ કોળી (૩૩) રહે.લીલાપર ને ઈજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ઘુંટુ ગામે રહેતા મોના મનહરલાલ લાંબા (૩૨) એકટીવા લઈને જતા હતા ત્યારે ઘુંટુ ગામે સ્કૂલ નજીક અચાનક ગાય આડી ઉતરેલ હોય વાહન સ્લીપ થઈ ગયું હતું જેમાં ઈજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.અને મોરબીના માળિયા મીંયાણા નજીક આવેલ કે.કે.હોટેલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં ઇજા પામેલ મુકેશકુમાર (૩૩) રહે.જમ્મુ-કાશ્મીરને ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અઘારા નામના ૨૯ વર્ષના યુવાનને ૧૦૮ વડે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ છે તેને બીમારી હોય અને તેના વાલીવારસો સાથે ન હોય પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના શનાળા રોડ ખેરની વાડી વિસ્તારમાં રહેતો મનોજ ગોવિંદભાઈ ખેર નામનો ૩૦ વર્ષનો યુવાન ટોબરિયા ગૌશાળા પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં પડી ગયો હોય સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ અવનીપાર્ક સોસાયટી કેનાલ રોડ ખાતે રહેતા પરિવારનો મનીષ હંસરાજભાઈ ચાવડા નામનો ૧૧ વર્ષનો બાળક સાયકલમાંથી પડી ગયો હોય તેને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ મસ્જિદ નજીક બાઇક અકસ્માતમાં ઉદય મહેશભાઈ જોગીદાસ (૨૨) રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડને ઇજા થતા ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના ચૂંપણી ગામે બળદ સાથે બાઇક અથળાતા ગગજીભાઈ નવઘણભાઈ ઓળકીયા નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News