મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરના ચાલક સામે ગૌરક્ષકે ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ


SHARE







કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરના ચાલક સામે ગૌરક્ષકે ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ

કચ્છથી 70 પાડાને ભરીને મોરબી થઈને જામનગર બાજુ આઇસર વાહન કતલખાને જઈ રહ્યું હતું ત્યારે તે વાહનને રોકવાનો મોરબી નજીક પ્રયાસ કર્યો હતો ત્યારે ગૌરક્ષકો ઉપર વાહન ચડાવવાનો વાહન ચાલકે પ્રયાસ કર્યો હતો અને વાહન લઈને નાસી ગયો હતો ત્યાર બાદ ટંકારા પાસે પડતર જીવમાં વાહન મૂકીને વાહન ચાલક નાસી ગયો હતો જેથી વાહનમાં ભરેલા 70 પાડાને બચાવીને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વાહન ચાલક અને તપાસના જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.   

મોરબી અને રાજકોટ ગૌરક્ષકને બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી મોરબી થઈને જામનગર બાજુ એક આઇસર ગાડીમાં અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી મોરબીના બાયપાસ રોડે વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છથી મોરબી થઈને જામનગર જઈ રહેલ આઇસર નંબર જીજે 2 એટી 8200 ને મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થતું હતું જેને રોકવાનો પ્રયાસ કરતાં વાહન ચાલક તેનું વાહન લઈને ટંકારા બાજુ નાસી ગયો હતો. જેનો ગૌરક્ષો દ્વારા પીછો કરવામાં આવેલ હતો ત્યારે ગૌરક્ષક ઉપર વાહન ચડાવી દઈને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ આ ગાડીને ટંકારા ગામમાં છાપરીથી અંદરના ભાગે આવેલ એક ખંડર જીનમાં મૂકીને આરોપી ભાગી ગયેલ હતો જેથી પોલીસને ત્યાં બોલાવી હતી અને પોલીસની હાજરીમાં ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ભેસના 70 પાડા મળી આવ્યા હતા અને તેને ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જતાં હતા જેથી અબોલજીવને બચાવવામાં આવ્યા હતા. અને હાલમાં પાડાને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. અને આ બનાવ સંદર્ભે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા (35)આઇસર નંબર જીજે 2 એટી 8200 ના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News