મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી ગામે પગપાળા જતા પડી ગયેલ વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના કેરાળી ગામે પગપાળા જતા પડી ગયેલ વૃદ્ધનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના કેરાળી ગામે પગપાળા જઈ રહેલા વૃદ્ધ પડી ગયા હોય માથામાં ઇજા પહોંચતા મોરબી અને બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના કેરાળી ગામે રહેતા ગોવિંદભાઈ વશરામભાઈ હુંબલ નામના ૮૦ વર્ષના વૃદ્ધ તા.૯-૧૦ ના સવારે આઠેક વાગ્યે કેરાળી ગામ ખાતે પડી ગયા હોય અને માથાના ભાગે ઈજા થયેલ હોય બેભાન હાલતમાં તેમને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતુ.આ બાબતે મૃતકના પુત્ર રમેશભાઈ હુંબલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમના પિતા ગોવિંદભાઈ હુંબલ સેવાભાવી પ્રકૃતિના હોય દરરોજ સવારે સ્મશાન પાસે પક્ષીને ચણા નાખવા તથા કુતરાને રોટલા નાખવા માટે જતા હતા.દરમિયાનમાં પગપાળા જતા પડી ગયા હોય માથાના ભાગે ઇજા થઈ હતી.જેથી સારવાર માટે લઈ જવાયા હતા જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજેલ છે.તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીના ઇજા

મોરબીના વાંકાનેર પાસેના ઢુવા ગામે રહેતા મહમદભાઈ સાહિલભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને ઢુવા ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે રાજકોટના બેડી રોડ ખાતે પગપાળા જઈ રહેલ મયુરભાઇ વિનોદભાઈ વિરડા (૪૦) રહે. શ્રીનાથજી સોસાયટી મવડી રોડ રાજકોટ ને મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદ ભવાનીનગર વિસ્તારમાં લાંબી ડેરી નજીક રહેતા પ્રકાશગીરી નવલગીરી ગોસ્વામી નામના ૩૭ વર્ષના યુવાનનું બાઈક ઘર નજીક સ્લીપ થઇ જતા ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માત

ટંકારાના નેસડા ગામના મીરલબેન ધર્મેશગીરી ગોસ્વામી નામના ૨૪ વર્ષીય મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા.ત્યારે ટંકારાના સાવડી અને નેસડા ગામ વચ્ચેના રામદેવપીર મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં ઈજા પામતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ઝાકીરભાઇ બચુભાઈ નામના ૩૫ વર્ષના યુવાને તેના ઘરે લાદીના ટુકડા વડે જાતે ગળાના ભાગે ઈજા કરતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જેથી પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ મોનોલીથ સીરામીક નજીક પહેલા માળની ઊંચાઈએથી પડી જતા ભરત બાલેશ્વર માના નામના ૪૦ વર્ષના મજૂર યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતોયજ્યારે સાહિલહુસેન ઈકબાલભાઈ બુખારી (૨૯) રહે.આમરણને બગથળા નજીક બાઇકમાં જતા અકસ્માત થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે






Latest News