મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામે ઘરમાં જુગાર રમતા 12 શખ્સો 78,300 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના વાઘપર ગામે ઘરમાં જુગાર રમતા 12 શખ્સો 78,300 ની રોકડ સાથે પકડાયા

મોરબીના વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા વ્યક્તિના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 12 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 78,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાઘપર ગામે રહેતા ભરતભાઈ પટેલના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભરતભાઈ ઉર્ફે દાઉદ રામજીભાઈ પટેલ (49), સંજયભાઈ કેશુભાઈ પટેલ (40), વિનોદભાઈ બચુભાઈ પટેલ (52), મનસુખભાઈ ચતુરભાઈ પટેલ (55), અરવિંદભાઈ ધનજીભાઈ સુરાણી (53), ભરતભાઈ ગાંડુભાઇ પટેલ (47), રમેશભાઈ વાલજીભાઈ પટેલ (54), ગોપાલભાઈ મનજીભાઈ પટેલ (65) તેમજ જયસુખભાઈ મોહનભાઈ પટેલ (60) રહે. બધા વાપર તથા જેસંગભાઈ જસાભાઈ રાઠોડ (60) રહે વિદ્યુતનગર મોરબી બચુભાઈ જીવરાજભાઈ પટેલ (60) રહે. ધરતી પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી અને ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા (45) રહે. નાગડાવાસ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 78,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News