મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ પાસે વાડીના શેઢે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE











ટંકારાના વાઘગઢ પાસે વાડીના શેઢે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત

ટંકારાના વાઘગઢ ગામે ખેતીની જમીન ભાગમાં વાવવા માટે રાખનાર શ્રમિકની ત્રણ વર્ષની દીકરી વાડી પાસે આવેલ તળાવમાં રમતા રમતા પડી ગયેલ હતી અને પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરી હતી અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા દેપુરના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હસમુખભાઈ બારૈયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ચંદુભાઈ ભોદરભાઈ ધાણુકની ત્રણ વર્ષની દીકરી રેખા ધાણુક વાડીના સેઢા પાસે રમતી હતી અને ત્યારે ત્યાં રમતા રમતા તળાવમાં પડી જવાથી પાણીમાં ડૂબી ગઈ હતી અને તે બાળકી બેભાન થઈ જતાં તેને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ટંકારાના હડમતીયા ગામે રહેતા અનસોયાબેન જાદવજીભાઈ સીનોજીયા (73) નામના વૃદ્ધા ગામમાંથી બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સોનલબેન રમેશભાઈ (39) નામના મહિલા કુવાડવા અને કુચીયાદડ વચ્ચેથી કારમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News