મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સુપર માર્કેટ પાસે પાર્કિંગમાંથી બાઇકની ચોરી


SHARE







મોરબીમાં સુપર માર્કેટ પાસે પાર્કિંગમાંથી બાઇકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે પાર્કિંગમાં યુવાને પોતાનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટી શુભ પેલેસ બ્લોક નંબર 103 માં રહેતા પાર્થ રમેશભાઈ સાવલિયા (23) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે તેણે પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 1 જેડબલ્યુ 5068 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના કાલિકાનગરમાં રહેતા મહેશભાઈ ભૂભારીયા (48) લગધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઈકમાંથી પડી જતાં માતા-પુત્રીને ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા મુક્તાબેન રાજેશભાઈ (42) અને તેની દીકરી નેન્સી રાજેશભાઈ (11) બંને બાઇકમાં બેસીને માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને તેઓને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ માતા અને પુત્રીને સારવાર માટે જેતપુર સામુહિક કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News