મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું


SHARE







મોરબી: સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું

સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિની અદિતિ દેસાઈ અને હિયા હિરાણીએ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલન્ટ શો માં અદ્ભુત પ્રદર્શન કરીને ડાન્સમા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેનુ ફાઇનલ રાઉન્ડ ૮ ઓક્ટોબર જયપુર ખાતે યોજાયેલ હતો. આ શો ઝી ટીવી/ ૯એક્સએમ ચેનલ પર પ્રસારિત થશે. આ સિદ્ધિથી સમગ્ર મોરબી નું નામ રોશન કર્યું છે. ડાન્સક્ષેત્રેથી તેમના પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે. શોના જજ તરીકે રાજ શર્મા જેઓ 'ડાન્સ પ્લસ', 'ઇન્ડિયા'ઝ ગોટ ટેલન્ટ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમની પ્રતિભાને નવી ઊંચાઈઓ મળી છે. મોરબીના અદિતિ અને હિયાએ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને સોનિક ડાન્સ એકેડેમી ડાન્સ ટીચર રૂપલબેન દેસાઈએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે "અદિતિ અને હિયા જેવી પ્રતિભાવાન વિદ્યાર્થિની અમારા ક્લાસનો ભાગ છે તે અમારા માટે અત્યંત ગર્વની વાત છે.






Latest News