મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા રવિવારે મેડીકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીના ઇન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા રવિવારે મેડીકલ કેમ્પનું આયોજન


મોરબીની ઇન્ડીયન લાયન્સ ક્લબની ટીમ દ્વારા આગામી તા.૧૯ ને રવિવારેના રોજ સવારે ૯ થી ૧ સુધી અહીંના શનાળા રોડ સરદારબાગની સામે આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયેલ છે. જેમા સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓને તપાસીને જરૂર પડયે ઇસીજી કરી નિદાન અને સારવારની સાથે કેમ્પમાં વિનામુલ્યે દવા વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ છે.કલબના વર્તમાન પ્રમુખ ભાવેશભાઇ દોશી દ્રારા તેમના માતા શારદાબેન તથા પિતા નવીનચંદ્ર વી.દોશીની પુણ્યસ્મૃતિમાં કેમ્પ રાખેલ છે.

કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તા.૧૭ સુધીમાં ભાવેશભાઈ દોશી (મો.૯૪૨૬૯ ૪૨૪૪૯), ધીરૂભાઈ સુરેલીયા (મો.૯૭૧૨૮ ૦૫૯૯૯), હર્ષદભાઈ ગામી (મો.૯૪૨૯૦ ૯૭૭૨૨), હીરેન મહેતા (મો.૯૪૦૮૧ ૮૪૮૮૧), નિસર્ગભાઇ શાહ (મો.૯૯૦૯૨ ૧૫૫૨૦) અથવા રમેશભાઈ ગામી (મો.૯૪૨૭૪ ૪૧૫૭૪) પાસે નામ નોંધાવવાનું રહેશે.કેમ્પમાં કેન્સર નિષ્ણાંત ડો. હાર્દિક મેરજા, હાડકાના રોગોના નિષ્ણાંત ડો.હેમલ પટેલ, મગજ-હૃદચ-ફેફસા-પેટ-લીવર-કીડની-ડાયાબીટીસ-બીપી અને થાઇરોડના નિષ્ણાંત ડો.ધર્મેશ ભાલોડીયા, બાળ રોગના નિષ્ણાંત ડો.શરદ રૈયાણી, ચામડીના રોગોના નિષ્ણાત ડો.જયેશ સનારિયા તેમજ કાન-નાક-ગળાના સર્જન ડો.હિતેષ પટેલ સેવા આપશે.દર્દીઓએ અગાઉના રીપોર્ટ તેમજ ફાઈલ સાથે લાવવાની રહેશે.કેમ્પ માટે નામ નોંધાવેલા હોય તેમણે તા.૧૮ ના સાંજે ૬ થી ૮ દરમ્યાનમાં પાસ અને નંબર પટેલ ઓફસેટ, સાવસર પ્લોટ મેઈન રોડ, ડૉ.કગથરા હોસ્પીટલ ખાતેથી મેળવી લેવો અન્યથા દર્દીનો નંબર છેલ્લે આવશે તેમ આયોજક એવા કલબ પ્રમુખ ભાવેશભાઇ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી અને પ્રોજેક્ટ ચેરમેન ધીરૂભાઈ સુરેલીયાએ યાદીમાં જણાવ્યું છે.






Latest News