મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ૬૮૦ જેટલા યુવાઓને રોજગાર પત્ર તથા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા  


SHARE







મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ૬૮૦ જેટલા યુવાઓને રોજગાર પત્ર તથા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા  

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને રોજગાર વિનિમય કચેરી દ્વારા પંચમુખી હનુમાનજી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ઇન્ચાર્જ કલેક્ટર શિવરાજસિંહ ખાચર સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ૬૮૦ જેટલા યુવાઓને રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયતકરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના અન્વયે આયોજિત વિકાસ સપ્તાહ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સરકારની અસરકારક ઔદ્યોગિક નીતિના કારણે આજે ગુજરાત રાજ્ય વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ થકી અનેક રોજગારીનું સર્જન થયું છે અને ગુજરાતમાં રોજગાર માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન થયું છે. રોજગાર કચેરી ખાતે કાર્યરત રોજગાર અને માહિતી કેન્દ્ર અનેક લોકોને રોજગાર તેમજ કારકિર્દીલક્ષી માહિતીની સાથે રોજગારી પૂરી પાડવા માટેનું મહત્વનું પગલું સાબિત થયું છે. વધુમાં તેમણે સરકારના અનુબંધમ પોર્ટલ વિશે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહઅંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજ પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોજગાર પત્ર તથા આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયતઅને ઉદ્યોગો સાથે આઈટીઆઈના અપગ્રેડેશન માટે MOU’ માટેના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.






Latest News