મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે યુવાનને કચડી નાખનારા ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







































મોરબીના ટિંબડી પાટીયા પાસે યુવાનને કચડી નાખનારા ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ હોટલે યુવાન પોતાનો ટ્રક ઉભો રાખીને ચાલીને જમવા માટે જઈ રહ્યો હતો દરમિયાન ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો અને ટેન્કરના વ્હીલ તેના ઉપરથી ફરી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી હોટલના ગ્રાઉન્ડમાં જ તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના મંડિયા ગામના રહેવાસી ઓમપ્રકાશ સોનારામ દેવાસી (25) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર નંબર ડીબી 1 ટી 9986 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 30/9 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેમના ભાઈ ગુણેશ ઉર્ફે ગણેશ સોનારામ દેવસી (38) પોતાનો ટ્રક મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે રોડ સાઈડમાં ઉભો રાખીને રામેશ્વર વે બ્રિજ પાસે આવેલ હોટલે જમવા માટે થઈને ચાલીને જઈ રહ્યો હતો દરમિયાન વેબ્રિજે ઉપર કાંટો કરાવવા માટે આવી રહેલા ટેન્કરના ચાલકે ફરિયાદીના ભાઈને હડફેટે લીધો હતો અને તે નીચે પડી જતા તેના ઉપરથી ટેન્કરના તોતિંગ વ્હીલ ફરી ગયા હતા જેથી ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News