મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મોરબીમાં શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે વિકાસ સપ્તાહ’ –૨૦૨૫ યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ ગુજરાત વિકાસ થીમ પર નિબંધ, ક્વિઝ,તથા વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.

કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા વિકાસ સપ્તાહના હેતુ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા દીકરીઓને શિક્ષણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે તથા આર્થિક રીતે પગભર બનવા માટેનો સંદેશો પાઠવ્યો હતો. સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર વડે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વધુમાં સરકાર દ્વારા છેલ્લા ૨૪ વર્ષમાં થયેલા વિકાસકાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા મહિલાઓ અને કિશોરીઓ માટે કાર્યરત યોજનાની વિગતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી, આચાર્ય, પ્રધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News