મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહાપાલિકામાં મેયર પદ માટે રોટેશન જાહેર: પ્રથમ અઢી વર્ષ ઓબીસી, પછી મહિલા અનામત


SHARE







મોરબીના મહાપાલિકામાં મેયર પદ માટે રોટેશન જાહેર: પ્રથમ અઢી વર્ષ ઓબીસી, પછી મહિલા અનામત

મોરબીના મહાનગરપાલિકાની વોર્ડ રચના જાહેર થયા બાદ અનામત બેઠકો પણ જાહેર કરી દેવામાં આવી હતી અને હવે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની વોર્ડ રચના અને સીમાંકન નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદા જુદા વોર્ડ માટે અનામત બેઠકો પણ જાહેર કરી દેવામાં આવી હતી જેથી ચૂંટણીની ગતિવિધિ તે જ થઈ હોય તેવા અણસાર મળી રહ્યા હતા તેવામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના મેર પદ માટેનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને મોરબી મહાનગરપાલિકાના મેર માટે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવેલ છે આમ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેર પદ માટેનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને વાંધા સૂચનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મહાપાલિકાની અનામત બેઠકો તથા મેર પદ માટેનું રોટેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેથી કરીને નજીકના સમયગાળામાં મહાપાલિકાની ચૂંટણી આવે તેવા સંકેતો મળી રહ્યા છે.






Latest News