મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં નામ ખોલનારા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE







મોરબીમાં દારૂના ગુનામાં નામ ખોલનારા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીમાં ઈદ મસ્જિદ પાછળ વિસ્તારમાં રહેતા યુવાને ઇંગ્લિશ દારૂના ગુનામાં નામ ખોલ્યું હતું જે બાબતનો ખારાખીને સામેવાળાએ મોરબીના ખાટકીવાસ ચોકમાં યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છાતીના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને ગાળો આપી હતી તેમજ તેની સાથે રહેલા શખ્સે યુવાનને પાટુ મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ઈદ મસ્જિદ પાછળ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ કાદરભાઈ ભટ્ટી (22)એ હાલમાં મોહીનભાઈ ગુલાબભાઈ મોવર અને જાવેદ રમજાનભાઈ મોર રહે. બંને વીસીપરા મદીના મસ્જિદ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ અગાઉ ઇંગ્લિશ દારૂના ગુનામાં આરોપી મોઈન મોવરનું નામ ખોલેલ હતું જે બાબતનો ખા રાખીને મોઈન મોરે મોરબીના ખાટીવાસ ચોક પાસે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને છાતીમાં છરીનો એક ઘા માર્યો હતો અને ગાળો આપી હતી જ્યારે જાવેદ મોરે તેને પાટુ વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી બંને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News