હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે પરસ્ત્રી સાથે પ્રેમ સબંધ બાબતે પત્નીએ ઠપકો આપતા એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે પરસ્ત્રી સાથે પ્રેમ સબંધ બાબતે પત્નીએ ઠપકો આપતા એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના સિંધાવદર ગામે આવેલ ગાત્રાનગરમાં રહેતા યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે યુવાનને તેની પત્નીએ ઠપકો આપ્યો હતો અને તે બાબતે લાગી આવતા યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતકના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (30) નામના યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની રીંકલબેન મનીષભાઈ ચાવડા (26) રહે. સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી મૃતક યુવાનને તેની પત્ની દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને તે બાબતે તેને લાગી આવતા યુવાને એસિડ પી લીધું હતું જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધરતી પાર્કમાં રહેતા વિનેસ દુર્લભજીભાઈ એરણીયા (37) નામનો યુવાન કુળદેવી ડેરી પાસે પંચાસર રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

સાપ કરડી ગયો

માળીયા મીયાણાના ખીરઈ ગામે રહેતા ઈકબાલ હાસમભાઇ માલાણી (45) નામના યુવાનને સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News