હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની “માઁ ગરબી” માં વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ


SHARE











મોરબીની માઁ ગરબીમાં વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ

નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રી બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવા સમયે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલના લીધે ઘણી જગ્યાએ ગરબી અને ગરબા બંધ રાખવામા આવ્યા હતા અને ગરબી તેમજ ગરબામાં કમોસમી વરસાદ વિઘ્ન બની રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જો કે, ગઇકાલે વરસતા વરસાદની વચ્ચે મોરબીની માઁ ગરબીમાં ક્ષત્રિયા સમાજની દીકરીઓએ અદ્ભુત તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ ગરબીના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીઓ યોજવામાં આવી રહી છે અને તેનો દબદબો પણ  જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળોને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે જો કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા તથા તેમના ભાઈ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા તેમજ તેઓની ટીમ દ્વારા માઁ ગરબી નું આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનો દીકરીઓ વિના મુલ્યે ફ્રી સ્ટાઈલ ગરબ લેવામાં આવતા હોય છે જો કે, ચાલુ વર્ષે છેલ્લા ત્રણ નોરતાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેથી સાતમા નોરતે મોટાભાગની જગ્યાએ રાસ ગરબા અને ગરબી બંધ રાખવામા આવી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે પણ ગરબા અને ગરબી ચાલુ રાખવામા આવે છે ત્યારે ગઇકાલે રાતે માતાજીનાં આરાધના માટે માઁ ગરબીચાલુ રાખવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો રાસ રમવા અતે આવ્યા હતા ત્યારે વરસતા વરસાદની વચ્ચે ક્ષત્રિયા સમાજની દીકરીઓએ દ્વારા અદ્ભુત તલવાર રાસ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.






Latest News