મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

કચ્છથી કારમાં રાજકોટ લઈ જવાતી દારૂની 234 બોટલ સાથે માળીયા (મી) પોલીસે એક આરોપીને દબોચ્યો: 6.12 લાખનો મુદામાલ કબ્જે


SHARE







કચ્છથી કારમાં રાજકોટ લઈ જવાતી દારૂની 234 બોટલ સાથે માળીયા (મી) પોલીસે એક આરોપીને દબોચ્યો: 6.12 લાખનો મુદામાલ કબ્જે

કચ્છ બાજુથી કારમાં દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ લઈ જવામાં આવનાર છે તેવી બાતમી માળીયા (મી)ના પીઆઇને મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી ત્યારે શહેનશાવલીના પાટીયા પાસેથી કચ્છ બાજુથી આઈ-20 કાર મોરબી બાજુ આવી રહી હતી તે કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી 234 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ તથા કાર મળીને 6,12,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની હાલમાં ધરપકડ કરવામાં આવી છે જો કે, માલ આપનારનું પણ નામ સામે આવ્યું છે જેથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અવારનવાર પોલીસ દ્વારા દારૂના જથ્થાને પકડવામાં આવે છે તેમ છતાં પણ દારૂનું દુષણ આજની તારીખે પણ ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકામાં યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને ખાનગી હકીકત મળી હતી કે કચ્છ તરફથી આઈ-20 કાર નંબર જીજે 3 એનબી 3348 માં ઇંગલિશ દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ લઈ જવામાં આવનાર છે જેથી માળિયા તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે શહેનશાવલીના પાટિયા પાસેથી કચ્છ બાજુથી આઇ-20  કાર આવી રહી હતી તે કારને રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવતા તેમાંથી 234 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 3,04,200 ની કિંમતનો દારૂ તથા 3 લાખ રૂપિયાની કિંમતની કાર અને 8,000 ની કિંમતના જુદી જુદી કંપનીના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,12,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરીયા (29) રહે. 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલની પાછળ સાગર ચોક આરએમસીના ક્વાર્ટરમાં બ્લોક નંબર-1 ક્વાર્ટર નંબર 1222 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાધુરામ રહે. ભચાઉ કચ્છ વાળાનું નામ દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે નામ સામે આવ્યું છે જેથી આ બંને શખ્સો સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે માળિયા પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News