મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીમાં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

મોરબીમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ- ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ પ્રસંગે હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક છેવાડાના વ્યક્તિ તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું. આજના સમયે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તથા જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.

તો પ્રાસંગિક પ્રવચનમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડી વર્કરની ભૂમિકા મહત્વની છે. આ કાર્ય કામગીરીરૂપે નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક બાળકો સાથે આત્મીયતા દાખવી નાના નાના ભૂલકાંઓમાં પ્રેમ અને લાગણીથી સુસંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું.

આઈ.સી.ડી.એસ. - મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ વધારવા બાબતે તેમને જાગૃત કરવા માટે ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, સીડીપીઓ સર્વ અગ્રણી વાઘજીભાઈ ડાંગરોચા અને યુસુફભાઈ શેરશીયા આંગણવાડીના કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News