મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા પંચાયત ખાતે સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા પંચાયત ખાતે સેમિનાર યોજાયો

મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫અંતર્ગત જિલ્લા પુરવઠા અઘિકારીની કચેરી, પીએમ પોષણ યોજના દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિગેરેના કર્મચારીઓને ફુડ ફોર્ટીફીકેશન અંગે સંપુર્ણ જાણકારી મળી રહે તેમજ લાભાર્થીઓને તે અન્વયે સમજુત કરી શકે તે હેતુથી ન્યુટ્રીશનલ ઇન્ટરનેશનલ સંસ્થાના સહયોગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ફોર્ટીફાઇડ વસ્તુઓ કે જેમાં આર્યન, ફોલીક એસીડ, વિટામીન બી-૧૨, વીટામીન-એ તથા વિડામીન-ડી જેવા અનેક પોષક તત્વો રહેલા હોય તેવા ફોર્ટીફાઇડ ચોખા, ડબલ ફોર્ટીફાઇડ મીઠુ, ફોર્ટીફાઇડ લોટ, ફોર્ટીફાઇડ તેલ તથા ફોર્ટફાઇડ દુઘના ઉ૫યોગ તથા તેનાથી મળતા લાભો અંગે તમામ કર્મચારીઓને જાણકારી આ૫વામાં આવી હતી તેમજ ફોર્ટીફાઇડ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે શું કાળજી રાખવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને વ્યાજબી ભાવની દુકાનો ૫રથી એન.એફ.એસ.એ. કાર્ડ ઘારકોને મળતા ફોર્ટીફાઇડ ચોખા તથા ડબલ ફોર્ટફાઇડ મીઠાનો ઉ૫યોગ દરેક લોકો કરે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ ફોર્ટીફાઇડ ચોખા પ્લાસ્ટિકના ચોખા છે તે અંગે જે ખોટી માન્યતાઓ ફેલાય છે તેને દુર કરવા અંગેના પ્રયત્નો કરવા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા.






Latest News