મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ સગીરનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના સાપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ સગીરનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના સાપર ગામે થોડા દિવસો પહેલા વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ઈજાગ્રસ્ત થયેલા ૧૫ વર્ષીય સગીરને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના સાપર ગામે રહેતા જીવરાજ ભગવાનજીભાઈ અઘારા જાતે કોળી નામના ૧૫ વર્ષના સગીરવયના બાળકને ગત તા.૩-૧૧ ના રોજ વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેને રાજકોટ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ગત તા.૪-૧૨ ના રોજ જીવરાજ અઘારાનું મોત નીપજયું હતું.રાજકોટથી બનાવ અંગેના કાગળો આવતાં હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.

ઝેરી અસર થતાં સારવારમાં

મોરબી તાલુકાના થોરાળા ગામે હરિભાઈ મેરજાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતાં શંકરભાઈ શામજીભાઈ મુનિયા નામના ૨૫ વર્ષીય યુવાનને કામ દરમિયાન પડકુ (ઝેરી જનાવર) કરડી જતાં ઝેરી અસર થતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબીના બેલા (રંગપર) ગામના છગનભાઈ લવજીભાઈ ચાપાણી નામના ૭૧ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના સર્કીટ હાઉસ નજીકથી પગપાળા જતા હતા ત્યાં અજાણ્યા વાહનના ચાલકે તેઓને ઠોકર મારતા જમણા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી જવાહર સોસાયટીમાં રહેતા વનીતાબેન ધર્મેશભાઈ મનુભાઈ વણોલ નામની ૩૫ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને વનીતાબેનને મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ બી ડીવીજન પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News