મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની ધી વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન


SHARE







મોરબીની ધી વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન

મોરબીની 135 વર્ષ જૂની ઐતિહાસિક શાળા અને મોરબીની ધરોહર એવી ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 થી 12ના કુલ 188 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 98 જેટલી અવનવી કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણ નિરીક્ષક પી.વી. અંબારીયા, મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.વી.સુરેલીયા, અને રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સૂઝનો પરિચય કરાવતી અનેક કૃતિઓ રજૂ કરી હતી. અને આકર્ષણનું કેન્દ્ર બનેલી કૃતિઓમાં ઓટોમેટીક સોલાર ટ્રેકર, સ્માર્ટ વોઇસ આસિસ્ટન્ટ, ઝેરોક્ષ મશીન, શોર્ટ સર્કિટ અલાર્મ, ઓટોમેટીક વોટર મશીન, પેન્સિલ વેલ્ડીંગ, મેગ્નેટિક મોટર, એર પોલ્યુશન કંટ્રોલર, સોલાર એનર્જી, વોટર પ્યુરીફાયર, યુપીઆઈ પે સિસ્ટમ, ઓફલાઈન કાર ગેમ, ડ્રેગન રાઇડ, 3d હોલોગ્રામ, અંધશ્રદ્ધા નિવારણ, ગેસ બંદૂક, ટ્રાફિક સિગ્નલ, ડાયનેમાઈટ સીટી, લેસર સિક્યુરિટી, વોટર ડિસ્પેન્સર સિસ્ટમ, માઈક્રોસ્કોપ, ઓટોમેટીક પડદો, જનરેટર, પાણીનું શુદ્ધિકરણ, અને એરોપ્લેન ડિઝાસ્ટર સેફટી સિસ્ટમ જેવી કૃતિઓ મુખ્ય હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બધા જ શિક્ષકોનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. તેમાં સુધીર ગાંભવા, મહેશ ગાંભવા અને પુનિત મેરજાનો સમાવેશ થાય છે અને નિર્ણાયકો તરીકે હર્ષદ બોડા, પુનિત વાંસદડીયા, ચૈતાલીબેન અને અને નિરાલીબેન દ્વારા કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના સમગ્ર સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ સ્વયંસેવક બનીને આજુબાજુની શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા જાળવી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય બી.એ. વાઘેલાએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. 






Latest News