મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને  ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ અર્પણ


SHARE











નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને  ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ અર્પણ

આજના ગૌરવમય પ્રસંગે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ એકતા, વિકાસ અને પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ દ્વારા Climate Change Award માટે સમગ્ર ગુજરાતમાંથી 75 પ્રેરણાદાયક વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. આ યાદગાર અવસરમાં નેસડા(ખા) ગામમાં મહાદેવભાઈ મોહનભાઈ ભાડજા, જસમતભાઈ ભાડજા, ક્રિષ્ના કોરડીયા, હરેશભાઈ ભાડજા  તેમજ ગામના દરેક પરિવારના યોગદાન થકી અને ગામના પૂર્વ સરપંચ દિનશભાઈ ગડારા અને હાલના સરપંચ પંકજભાઈ ભાડજાના સહકાર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી ગામને નંદનવન બનાવવામાં આવ્યું છે આ કાર્યમાં નેસડા(ખા) ગામની વનીકરણની ટીમ નંદલાલભાઈ આર. ભાડજા, ડૉ. નિલેશભાઈ ભાડજા, ડી.કે. ગઢિયા, અંબારામભાઈ ભાડજા અને મનસુખભાઇ ભાડજાને તેમની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે  Climate Change Award અને 25000 રૂપિયાનો ચેક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News