મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ


SHARE







મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ

મોરબી ખાતે રાજપૂત કારણી  સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી ધારદાર રજુકરી હતી કે, મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર જે તે સમયે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું જે હાલમાં નથી તેને ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે મોરબી રાજપૂત કરણી સેનાએ જણાવ્યુ હતું કે, હાલ નગરપાલીકા ટાઉન હોલની ગ્યાં આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ અને મોરબીની જનતાની સુખાકારી લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાશ્રીની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી ટાઉન હોલમાં મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલું રાખવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી નગરપાલિકાએ જઈને પાલિકાના  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા






Latest News