મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક રોડ ક્રોસ કરવા માટે થઈને વૃદ્ધ ઉભા હતા ત્યારે કન્ટેનર ટ્રેલરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવ વૃદ્ધને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બોની પાર્કમાં શિવાલય હાઈટ બ્લોક નંબર 603 માં રહેતા દિલીપકુમાર જસમતભાઇ કાલરીયા (35)કન્ટેનર ટ્રેલર નંબર જીજે 12 એવાય 9741 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા જસમતભાઇ કેશવજીભાઈ કાલરીયા (68) રહે. મૂળ કેસવનગર જીવાપર વાળા મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજના સનાળા ગામ તરફના છેડા પાસેથી રોડ ક્રોસ કરવા માટે રોડની સાઈડમાં ઊભા હતા દરમિયાન આરોપીએ કન્ટેનર ટ્રેલર બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા જેથી  ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ જીકે હોટલ સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા 55 વર્ષના આધેડને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News