મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત બેઠક યોજાઈ


SHARE







મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત બેઠક યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦-૦૧ થી તા.૧૨-૦૧ દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા સીરામીક એસોસીએશન હોલ ખાતે મોરબી જિલ્લાના તમામ અસોસીએશન તથા મોરબી અને વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ  સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લાના એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી.

 આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. ભાટીયાએ અનુરોધ કર્યો  હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવી બાહેંધરી આપવામાં આવી હતી.

 






Latest News