મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવનું આયોજન


SHARE







મોરબી જીલ્લામાં દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવનું આયોજન

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત ઉમંગ ઉત્સવનું આયોજન થનાર છે. આ ઉમંગ ઉત્સવ દિવ્યાંગ (વિકલાંગ) બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના અમુલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા દર વર્ષે પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાએ યોજાય છે. સરકાર માન્ય વિકલાંગ સંસ્થાના ૭ થી ૧૨ વર્ષના તથા માનસિક ક્ષતિગ્રસ્તના ૭ થી ૧૫ વર્ષના બાળકો ઉમંગ ઉત્સવની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય એમ કુલ ૪ વિભાગની સમૂહગીત, એકાંકી, લોકનૃત્ય, રાસ, ગરબા, વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, દુહા-છંદ-ચોપાઈ, લોક્વાર્તા એમ કુલ ૧૦ સ્પર્ધાઓ યોજાશે. ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા ઇચ્છુક મોરબી જિલ્લાની સરકાર માન્ય દિવ્યાંગ બાળકોની સંસ્થાએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી પ્રવેશપત્ર મેળવી તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.
 






Latest News