મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક, ઇનોવા અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત: બંને કારમાં નુકશાન


SHARE







મોરબી નજીક ટ્રક, ઇનોવા અને ઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત: બંને કારમાં નુકશાન

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નવલખી ફાટક ઓવર બ્રિજ પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ઇનોવા ગાડીને પાછળથી ટક્કર મારી હતી જેથી ઇનોવા ગાડી આગળ જઈ રહેલ ઇકો ગાડીમાં અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈનોવા અને ઇકો બંને વાહનમાં નુકસાન થયેલ હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી ડિવિઝન ખાતે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા મનીષભાઈ અનિલભાઈ કાંજિયા (34)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નંબર જીજે 12 સીવી 4099 ના ચાલક બિનેશ્રીકુમાર હુલાસદેવસીંગ રહે. મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નવલખી ફાટક ઓવર બ્રિજ નજીક નેક્ષેસ સિનેમા પાસે કટમાંથી તે પોતાની ઇનોવા ગાડી નંબર જીજે 3 આઈસી 3333 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની ઈનોવા ગાડીને પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી ઇનોવા ગાડી આગળ જઈ રહેલ ઇકો ગાડી નંબર જીજે 36 એલ 1823 માં પાછળના ભાગે અથડાઈ હતી અને ત્રિપાલ અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇનોવા ગાડીમાં આગળ અને પાછળના ભાગે તથા ઇકો ગાડીમાં પાછળના ભાગે નુકસાની થયેલ હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News