મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ પાસે બાઇક ચલાવવા બાબતે માથાકૂટ થતાં વાડીમાં ગયેલા યુવાનને ધોકા વડે મારમાર્યો


SHARE











હળવદના રણછોડગઢ પાસે બાઇક ચલાવવા બાબતે માથાકૂટ થતાં વાડીમાં ગયેલા યુવાનને ધોકા વડે મારમાર્યો

હળવદના રણછોડગઢ ગામ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ચલાવો બાબતે અન્ય બાઇક ચાલક સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા જેથી યુવાન બાજુમાં આવેલ વાડીમાં ગયો હતો અને ત્યારે વાડીના માલિકે યુવાનને “શા માટે વાડીમાં આવેલ છો” તેમ કહીને ગાળો આપીને હાથમાં રહેલ ધોકા વડે તેને મારમાર્યો હતો અને ઇજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાયધ્રા ગામે રહેતા પ્રવીણભાઈ નવઘણભાઈ નંદેસરીયા (25)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેચરભાઈ કાજુભાઇ ઉર્ફે સાદુરભાઇ ડઢૈયા રહે. રણછોડગઢ તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રણછોડગઢ ગામના પાટીયાથી આગળ બેચરભાઈની વાડી પાસેથી ફરિયાદી તેનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ડબલ સવારી બાઈકમાં આવી રહેલા બે શખ્સોએ બાઈક ચલાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ રસ્તા ઉપર આગળ લોકો ભેગા થઈ ગયા હતા જેથી ફરિયાદી આરોપીની વાડીમાં ગયો હતો ત્યારે આરોપીએ ફરિયાદીને “શા માટે વાડીમાં આવેલ છો” તેમ કહીને ગાળો આપી હતી અને તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદીને માર મારી માથામાં તથા ડાબા હાથમાં ફેક્ર જેવી ઈજા કરી હતી જેથી યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News