મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પ્રેમસબંધમાં સમાધાન બાદ થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં પ્રેમ સબંધમાં સમાધાન થઈ ગયા પછી યુવતીના ઘર બાજુ રામ મંડળ જોવા માટે ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદીને આરોપી નં.૩ ની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ આરોપી નં.૩ ને થઈ હતી અને આ પ્રેમસંબંધ તેને મંજૂર ન હોય હવે પછી સંબંધ નહી રાખવા બંને પક્ષે સમાધાન થયેલ હતું ત્યાર બાદ ફરીયાદી રામામંડળ રમતુ હોય જે જોવા માટે ગયેલ જે આરોપીઓને સારુ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો તેમ કહી ફરીયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ચાર આરોપીએ ઢીકાપાટુનો અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી તે મુજબની ફરીયાદ ફરીયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી જે કેસ મોરબીના એડિ. ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News