મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ રોડનો બનાવ બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું મોત: હજુ પાંચ મહિના પહેલા જ થયા હતા લગ્ન


SHARE







મોરબીના ઘૂંટુ રોડનો બનાવ બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું મોત: હજુ પાંચ મહિના પહેલા જ થયા હતા લગ્ન

મૃતક 27 વર્ષીય રોહિત વિંઝુડાને પ્રથમ મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવારમાં દમ તોડી દીધો

મોરબીના ઘૂંટુ રોડ પર બાઈક સ્લીપ થતા ઘવાયેલા બે બહેનાના એકના એક ભાઈનું સારવારમાં મોત નીપજ્યું હતું. હજુ પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગે મળતી વિગત મુજબ રોહિતભાઈ વાલજીભાઈ વિંઝુડા (ઉંમર વર્ષ 27) રહે. મૂળ વાવડી ગામ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ, હાલ મોરબી ભક્તિનગર સોસાયટી ગઈ તા.31/8 ના રોજ સાંજે 7:30 વાગ્યા આસપાસ પોતાનું બાઈક લઈને જતો હતો.ત્યારે મોરબીના ઘૂંટુ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર હેઠળ હતો.દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.પરિવારજનોના જણાવ્યા મુજબ રોહિત બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને હજુ પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.રોહિત સિરામિક કંપનીમાં પ્રિન્ટર ઓપરેટીંગનું કામ કરતો હતો.બનાવના દિવસે કંપનીએથી પોતાનું કામ પૂરું કરીને ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.રાજકોટ સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી




Latest News