મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકનું મોત


SHARE











વાંકાનેરના મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકનું મોત

વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર મીરાનીનગર પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા ૧૪ વર્ષના બાળકને અડફેટે લીધો હતો જેથી તે બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજયું હતું હાલમાં મૃતક બાળકના પિતાએ ડમ્પરના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ચંદ્રપુર ગામ પાસે આવેલ મીરાનીનગરમાં ઇરફાનભાઇ બ્લોચના મકાનમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લો જાતે મકરાણી (ઉંમર ૩૪)ના ૧૪ વર્ષના દીકરાએ અયાઝને ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૫૫૪૬ ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ હાલમાં મૃતક બાળકના પિતા વસીમભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનો દીકરો રોડ ક્રોસ કરીને પાનની દુકાને મીઠું પાન લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતાં તેના દીકરાને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો જેથી અયાઝને ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News