મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નં. ૨ માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની તાલુકા શાળા નં. ૨ માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી-મોરબી દ્વારા મોરબી તાલુકાની પીએમ તાલુકા શાળા નં. ૨ માં સરકારના બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૮ ની ૧૪૭ દીકરીઓને બાળકોના હિતના રક્ષણના કાયદાઓ, જાતીય સતામણી, દીકરીઓના શિક્ષણ માટેની સરકારની વિવિધ યોજનાઓ વગેરે બાબતોની ઊંડાણપૂર્વક રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી.  મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી પધારેલા ઉર્વિશાબેન તેમજ રાજદીપભાઈએ વિદ્યાર્થીનીઓને બાળ અધિકાર વિશે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે શાળાના જિજ્ઞાસુ શિક્ષકો જયશ્રીબેન સોલંકી, સ્વાતિબેન ત્રિવેદી અને જૂણાચ નફીસાબેન દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવામાં આવ્યો હતો.






Latest News