મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી


SHARE











વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી

વાંકાનેર શહેર અને તાલુકામાં ગણેશોત્વના આયોજકો દ્વારા તેમજ ઘર અને સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરતા લોકો સલામત રીતે વિસર્જન કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે. ત્યાં અત્યાર સુધીમાં 165 જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને આ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે પાલિકાના પ્રમુખ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે.

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન એચ. સોલંકીમ ઉપપ્રમુખ હર્ષિત ડી. સોમાણી અને ચીફ ઓફિસર ગીરીશકુમાર આર. સરૈયાએ જણાવ્યુ છે કે, જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને ધ્યાને રાખીને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે નવોદય વિધાલયની પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે તે મુજબ વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ડી.વાય.એસ.પી.ની સૂચના મુજબ પી.આઈ. સીટી અને ગ્રામ્ય દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં સહયોગ આપીને સલામત રીતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે  ગણેશોત્સવના આયોજકો સહિતના લોકોને અનુરોધ કરવામાં આવેલ છે 






Latest News