મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાંથી 11 બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













વાંકાનેરમાં ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાંથી 11 બોટલ દારૂ સાથે એક પકડાયો

વાંકાનેરના હસનપર પાસે આવેલ ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 11 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 12,800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હસનપર બ્રિજ પાસે ઝાંઝર ટોકી સામેના ખુલ્લા મેદાનમાં દારૂની બોટલનું વેચાણ કરવાના આસાય સાથે બોટલો સાથે રાખીને એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો જેની કિંમત 12,800 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (45) રહે. સ્વપ્ન લોક સોસાયટી મિલપ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

છરી લાગતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ખરેડા ગામે રહેતા સિંધાભાઈ માવજીભાઈ સુરાણી નામનો 29 વર્ષનો યુવાન બાઈક લઈને ઘર તરફ જતો હતો.ત્યારે ગામમાં આવેલ નદીના પુલ પાસે અજાણ્યા ઇસમ દ્વારા તેને છરી મારવામાં આવેલી હોય તેને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. 

યુવાન સારવારમાં

મોરબી વીસીપરામાં રહેતા હરેશભાઈ બચુભાઈ નામનો 35 વર્ષનો યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે પડી ગયેલ હોય સારવાર માટે ખસેડાયો હતો. ત્યાર સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી






Latest News