મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ


SHARE







મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ

મોરબી જિલ્લા સેવા સદનના કેમ્પસમાં 1.74 કરોડના ખર્ચે નિર્મિત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (ડિઝાસ્ટર)નું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે તથા ધારાસભ્યો અને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપન અર્થે રિસ્પોન્સીબલ ઓફિસર એન્ડ ઇન્સિડન્ટ કમાન્ડર રૂમસ્ટાફ24/7 કલાક કાર્યરત કન્ટ્રોલરૂમકોઈપણ દુર્ઘટના બને તો તેની જાણ માટે કન્ટ્રોલરૂમમાં TV ની વ્યવસ્થાવીડિયો કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ સાથે લાઇન ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેશન રૂમરિટાયરીંગ રૂમ અને આક્સ્મિક પરિસ્થિતિમાં વિજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા સહિતની આધુનિક સુવિધાઓ સાથે 1.74 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાદુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ કલેક્ટર કે.બી.ઝવેરીડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી મુકેશ પટેલનાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત વહિવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 




Latest News