મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા કલેક્ટરની અધિકારીઓને સૂચના


SHARE











મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા કલેક્ટરની અધિકારીઓને સૂચના

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લામાં નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા નર્મદા કેનાલના બાકી કામ તાકીદે પૂર્ણ કરવા તથા રોડ-રસ્તા સહિતા કામોમાં ગુણવત્તા જાળવવા બાબતે કડક સુચના આપવામાં આવી હતી. અને કલેક્ટરે નબળા કામ બાબતે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તથા જરૂર પડ્યે કાયદાકીય કાર્યવાહી સહિતના કડકમાં કડક પગલા લેવા વહિવટી તંત્રના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં તેમણે ગામડાઓની મુલાકાત દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓના લાભ અને જરૂરી સુવિધાઓ ગામડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News