સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શહેર-તાલુકા કોંગ્રેસનાં પ્રમુખની વરણી કરાઇ


SHARE







































મોરબી જીલ્લામાં શહેર-તાલુકા કોંગ્રેસનાં પ્રમુખની વરણી કરાઇ

સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના તાલુકા અને શહેર વિસ્તારમાં પ્રમુખની કોંગ્રેસ પક્ષ દ્વારા વરણી કરવામાં આવેલ છે જેમાં મોટાભાગના પ્રમુખોને રિપીટ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં આવતા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા પ્રદેશમાં દરખાસ્ત કરી હતી જેના આધારે તાલુકા અને શહેરના પ્રમુખઓની નિયુક્તિ કરવામાં આવેલ છે. જેમાં સતત બીજી વખત મોરબી તાલુકાનાં પ્રમુખ વિજયભાઈ નારણભાઈ કોટડીયા, માળીયા તાલુકા પ્રમુખ સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયા, વાંકાનેર શહેરના પ્રમુખ અરવિંદભાઈ રામજી આંબલીયા અને માળીયા શહેરના પ્રમુખ ઇકબાલભાઈ યુ. જેડાને રિપીટ કરવામાં આવેલ છે જયારે વાંકાનેર તાલુકાનાં પ્રમુખ પદે વનરાજભાઈ ડી. રાઠોડ, ટંકારા તાલુકાનાં પ્રમુખ પદે અશોકભાઈ સી. સાંગાણી, હળવદ તાલુકાનાં પ્રમુખ પદે મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેરના પ્રમુખ પદે ગોપાલભાઈ એમ. ડોરાલાની વરણી કરવામાં આવેલ છે.














Latest News