મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગોકુળનગરમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 પકડાયા, 1.22 લાખની રોકડ કબ્જે


SHARE







વાંકાનેરના ગોકુળનગરમાં ઘરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 પકડાયા, 1.22 લાખની રોકડ કબ્જે

વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટી પાસે ગોકુળનગરમાં રહેતા વ્યક્તિના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,22,800 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રાધિકા એપાર્ટમેન્ટની બાજુમાં ગોકુળનગરમાં રહેતા જીગ્નેશભાઈ કારીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા (38), ભરતભાઈ મેહુભાઈ ઝાપડા (39) રહે. ગોકુળનગર, નૈયમુદીભાઇ હુસેનભાઇ ખોરજીયા (27) રહે. અમરસર, આબિદભાઈ હુસેનભાઇ સંધિ (44) રહે. અમરસર, હિમેશભાઈ રણછોડભાઈ માણસુરીયા (33) રહે. વેલનાથપરા વાંકાનેર, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી (38) રહે. આરોગ્યનગર વાંકાનેર, શિલ્પાબેન કમલેશભાઈ મકવાણા (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, લલીતાબેન રતિલાલ અઘોલા (52) રહે. વેલનાથપરા વાંકાનેર અને ઇન્દુબા ટપુભા જેઠવા (58) રહે. જીનપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,22,800 ની રોકડ સાથે તેઓની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર મહિલા સહિત નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

વાંકાનેરના સરતનપર રોડ ઉપર હોટલની પાછળના રોડ ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે નીતિનભાઈ ભીખાજીભાઈ ખાંભળીયા (32) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી






Latest News