મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી દરેક આયોજકોને પ્રોત્સાહિત કરાયા


SHARE







વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત વાંકાનેર શહેરમાં ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગામે ગામથી પોત પોતાનાં વાહન સાથે ગણેશજીની મૂર્તિ લઈ શોભાયાત્રામાં આયોજકો જોડાયા હતાં. જેમાં કુલ 46 ગણપતિ પંડાલ સમિતિએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે પ્રસંગે શોભાયાત્રામાં ભાગ લેનાર પંડાલોને વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગામડે થી આવેલા પંડાલોને રૂપિયા 5100 તેમજ વાંકાનેર શહેરથી જોડાયેલા પંડાલોને રૂપિયા 3500 પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી. આ શોભાયાત્રા જોડાયેલ પંડાલોની  ધર્મ પ્રત્યેની ભાવનાને જીતુભાઈ સોમાણીએ હ્રદય પૂર્વક બિરદાવી હતી. આ પ્રસંગે વાંકાનેર શહેરનાં રાજ માર્ગો પર દરેક ચોકે ચોકે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો સહિત દરેક લોકોએ જીતુભાઈ સોમાણીને ફુલ હાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરેલાં હતાં. આ ગણપતિ શોભાયાત્રાનું 15 મુ વર્ષ છે ત્યારે વાંકાનેરમાં  ગણેશ ઉત્સવની શોભાયાત્રામાં વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા, વાંકાનેર સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી






Latest News