મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા મોરબીની ગીતાંજલિ વિદ્યાલય ખાતે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં મહિલાઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે આજના સમયમાં માસિક સ્ત્રાવ(Menstruation) વિષયક ગેરમાન્યતાઓ દૂર કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હજુપણ અનેક વિસ્તારોમાં માસિક ચક્રને લઈને અંધશ્રદ્ધા, ભેદભાવ અને અયોગ્ય માન્યતાઓ જોવા મળે છે, જેના કારણે કિશોરીઓ અને મહિલાઓમાં માનસિક તણાવ, આરોગ્ય સમસ્યાઓ તથા આત્મવિશ્વાસની ઘટને સામનો કરવો પડે છે. માસિક ચક્ર એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે, બીમારી નહીં વગેરે બાબતોએ માહિતી આપવામાં આવી હતી. અને ઉપસ્થિત કિશોરીઓને સ્વચ્છતા, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ, આરોગ્યપ્રદ આહાર અને માનસિક રીતે સકારાત્મક રહેવા અંગે માર્ગદર્શન આપી સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોકુલનગર UPHC મેડીકલ ઓફિસર ડો. હિમાંશુ રાંકજા, મેડીકલ ઓફિસર ડો.જીગીશાબેન ઉદસાડિયા, જેન્ડર સ્પેશિયલિસ્ટ રાજદીપભાઈ પરમાર તથા કિશોરીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા મહિલા અને બાળ કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News