મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા તજવીજ

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું હતું. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક સ્ત્રી ઉમર વર્ષ આશરે ૩૨ થી ૩૫ વર્ષ, શરીરે બ્લેક તથા બ્રાઉન કલરનું ગાઉન પહેરેલ છે. જમણા હાથમાં કોણીના ભાગે મોરપીંછ તથા જમણા હાથમાં કાંડાના ભાગે અંગ્રેજીમાં M ત્રોફાવેલ છે. ગળામાં કંઠી, કાનમાં નાના બુટીયા તથા બંન્ને હાથમાં બંગડી પહેરેલ છે. મૃતક સ્ત્રીના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી હળવદ પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના ૭૩૮૩૨૦૨૩૩૯ અથવા હળવદ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૫૦ પર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.





Latest News