મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ


SHARE











મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ

મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડમાં ઓવરલોડ માલ લઈને નીકળતા ટ્રક અવાર નવાર અકસ્માત સર્જે છે જેથી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપીને આ સમસ્યાનું નિવારણ કરવાની માંગ કરવામાં આવેલ છે. અને તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ગયેલ છે ત્યારે મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોની વિસ્તરણની પ્રક્રિયા પુર્ણ કરીને નવી માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.

મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતનુ  વિસ્તરણ થશે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં થશે અને વિસ્તરણની પ્રક્રિયા પુર્ણ કરી અને નવી માહિતી જાહેર કરવામાં માટે આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે નવલખી બંદરથી જે કોલસાની ગાડીઓ માતેલા સાંઢની જેમ દોડતી છે જેમાં તાપત્રી બાંધતા નથી જેથી કરીને કોલસોની રજકણો ઊડતી હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે તેમજ આવા વાહનો ઓવર સ્પીડમાં ઓવરલોડ માલ લઈને નીકળે છે જેથી અકસ્માતનો સતત ભય રહે છે જેથી આ સમસ્યાનું ત્વરિત નીવારણ કરવામાં આવે તેવું આવેદનપત્ર પોલીસને આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો આ ઓવરલોડ ટ્રકની સમસ્યાનું નિવારણ નહીં લાવે તો આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News