મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં મહિલાનું મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં મહિલાનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલા લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે કામ કરતા હતા ત્યારે ચક્કર આવવાના કારણે નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તે મહિલાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સનારીયા સીરામીક ટાઇલ્સ કંપની નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન વિનોદભાઈ આલી (55) નામના મહિલા લેબર કવાર્ટરમાં ત્રીજા માળે હતા ત્યારે તેને ચક્કર આવવાના કારણે તેઓ ઉપરથી નીચે ટકાયા હતા જેથી તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઈ મેસવાણિયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના ખાનપર ગામે રહેતા હીનાબેન હરેશભાઈ વસાવા (18) નામની પરણીતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે, મહિલાએ કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આધેડ સારવારમાં

મોરબીના અમરનગર ગામે રહેતા નાથાભાઈ લખમણભાઇ અજાણા (52) નામના આધેડ બાઈકમાં મોરબી આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં પડી જવાના કારણે તેઓને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીના નાગડાવાસ ગામે મેરામભાઇ રાઠોડની વાડીએ દુતાલીબેન કિશનભાઇ ઝાલા નામના મહિલાને સા કરડી જવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News