હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત


SHARE











હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

હળવદના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે યુવાન તેની દુકાને બેઠો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો 25 વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વી.પી.ચાવડા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે. જ્યારે મોરબી નજીકના સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરજણભાઈ જરૂ (45) નામનો યુવાન રાજપર રોડ ઉપર આવેલ મામા સાહેબના મંદિર પાસે પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીઓમાં દુખાવો ઉપાડતા 108 મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News