મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત

માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનામાં તરુણ ખુરશી ઉપર બેઠો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન અચાનક તે બેભાન થઈને ઢળી પડતા તેને જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જે બનાવ અંગેની મૃતક તરુણના પરિવરન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ એકસજીસન વિટ્રીરીફાઈડ નામના સિરામિક કારખાનામાં હેતો રામુકુમાર કેદારકુમાર રાજભર (17) નામનો તરુણ ગત તા. 12/8 ના રોજ સાંજના સાતેક વાગ્યે અરસામાં કારખાને ખુરશી ઉપર બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન તે અચાનક બેભાન થઈને ઠળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે તરુણને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની રોહિતકુમાર તીમલકુમાર રાજભર (21) રહે. એક્સજીસન સીરામીક લેબર કવાર્ટર ખાખરેચી માળિયા મૂળ રહે. યુપી વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News