સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર-ભરતનગર પાસે દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE





મોરબીના લાલપર-ભરતનગર પાસે દારૂની બે રેડ: 7 બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના લાલપર ગામ નજીક અને ભરતનગર ગામની સીમમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે વિદેશી દારૂની કુલ મળીને 7 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે એક એક આરોપીને પકડીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાલપર ગામ નજીક આવેલ લેરેંજો સિરામિક પાછળની ભાગમાં જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 4 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે રવિભાઈ વસંતભાઈ સાંચલા (23) રહે. ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે મોરબીના ભરતનગર ગામની સીમમાં બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 3 બોટલ મળી આવતા પોલીસે 3,300 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ચંદ્રેશભાઇ ઉર્ફે સંજુભાઈ ગોવરનભાઈ સોલંકી (28) રહે. શિવપાર્ક સોસાયટી પીપળી ગામ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News