મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હર ઘર તિરંગા: મોરબી દેશ ભક્તિના રંગે રંગાયુ, ધારાસભ્ય, કલેક્ટર સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા


SHARE







હર ઘર તિરંગા: મોરબી દેશ ભક્તિના રંગે રંગાયુ, ધારાસભ્ય, કલેક્ટર સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા

હર ઘર તિરંગા અભિયાન અન્વયે રાષ્ટ્રભાવના ઉજાગર કરી તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સરદાર પટેલ સ્ટેચ્યુ, શનાળા રોડ સુધીના રૂટ પર જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ અનન્ય ઉમંગ, ઉત્સાહ અને જુસ્સાભેર જોડાયા હતા. અંદાજિત ૨૫૦૦ લોકોએ આ ૨ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૩૦૦ ગજ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાતા દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. મોરબી જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.

મોરબીના નગરજનો આન,બાન, શાન સાથે તિરંગો લહેરાવી આ યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા. 'તિરંગો અમારું સન્માન, અમારું સ્વાભિમાન'ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર દેશભક્તિના નારા લગાવ્યા હતા, સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભક્તિ સબંધિત વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રાને નિહાળવા મોરબીના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટ પર દુકાનદારો, શહેરીજનો અને વિવિધ સ્થળોએ સ્ટેજ પર બાળકોએ તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું હતું.

સૌએ મહાનગરપાલિકા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શનાળા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી યાત્રાની પૂર્ણાહુતિ કરાવી હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.




Latest News