મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ


SHARE











શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ

આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અત્યારે મોરબી જિલ્લાના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે  મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર સ્વયંભૂ  જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં આજે સવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના પૂજન, દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ હતો.

વાંકાનેર તાલુકામાં આવેલ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ  હતું કે, આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળનો જન્મ સાથે સંકળાયેલો છે. અને અહી શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે જેથી કરીને અનેક શિવભક્તો શિવજીના પૂજન અને દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે આજે પણ જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા ઉલેખનીય છે કે, મહાદેવના દેશમાં જે જોયતિર્લિંગ આવેલ છે તેના કરતાં પણ જડેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ વધારે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી. વધુમાં માહિતી આપતા મંદિરના લઘુમહંત જીતુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહી દેશભરમાંથી શિવભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવે છે તેના માટે રહેવા, જમવા સહિતની સુવિધાદાતાના સહયોગથી કરવામાં આવેલ છે.






Latest News