મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ચાર રેડ: 24 શખ્સો 1,72,840 ની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ચાર રેડ: 24 શખ્સો 1,72,840 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર શહેર અને તાલુકામાં જુગારની ચાર રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને 24 શખ્સો પકડાયેલ છે અને તેની પાસેથી પોલીસે 1,72,840 ની રોકડ કબ્જે કરેલ છે અને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દીપકભાઈ કનુભાઈ કડીવાર (33), જયપાલભાઈ ઉર્ફે જેકી ભીખુભાઈ કડીવાર (25), સુનિલભાઈ ભીખુભાઈ કડીવાર (25), વીરુભાઈ ખેંગારભાઈ કડીવાર (26), અમિતભાઈ વિજુભાઈ કડીવાર (44), અમરભાઈ ખેંગારભાઈ કડીવાર (22), શંકરભાઈ રમેશભાઈ સોલંકી (26), મોહનભાઈ અવચરભાઈ લોરીયા (32) અને કલ્યાણભાઈ નવીનભાઈ કુંઢીયા (38) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 70,500 ની રોકડ કબજે કરી હતી. તો વાંકાનેરમાં જુગારની બીજી રેડ આરોગ્યનગર એસટી ચોકમાં કરવામાં આવી હતી ત્યારે જુદા જુદા ચિત્રોના આધારે ચકલા પોપટનો જુગાર રમતા કાનજીભાઈ ઉર્ફે કાનો ભવાનભાઇ ફાંગલીયા (25) રહે. તીથવા અને ધર્મેશભાઈ ઉર્ફે ધમો જગદીશભાઈ સરવૈયા (23) રહે. આરોગ્યનગર શેરી નં-9 વાંકાનેર વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 2,740 ની રોકડ કબજે કરી હતી તો વાંકાનેરમાં જુગારની ત્રીજી રેડ નવાપરા ખડીપરા વિસ્તારમાં કરવામાં આવી હતી અને ત્યાં જુગાર રમતા સુખદેવભાઈ સીદીભાઈ ચારોલીયા (35), અજયભાઈ બચુભાઈ ભોજયા (31) અને રોહિતભાઈ ભુપતભાઇ આધરોજીયા (19) રહે બધા નવાપરા ખડીપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,360 રૂપિયાની રોકડ કબજે કરી હતી

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર બાબા રામદેવ હોટલ પાસે ભંગારના ડેલા નજીક જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા (30), રવિભાઈ વિરમભાઈ માલકીયા (22), રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ (30), મુકેશભાઈ કાળુભાઈ ખીટ (25), અજયભાઈ ખોડાભાઈ દેગામા (30), પ્રતિકસિંહ જનકસિંહ ઝાલા (30), નાસીરભાઈ હુસેનભાઇ શાહમદાર (35), ઈમ્તિયાઝભાઈ હુસેનભાઇ શાહમદાર (35), સલમાનભાઈ યુસુફભાઈ કાજી (19) અને ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવત (22) રહે. બધા વાંકાનેર તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,240 ની રોકડ કબજે કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News