મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE







સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ રાપર તાલુકાનાં લોધ્રાણી BSF પોષ્ટ કુડા ૮૪ બટાલીયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડલ, વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહારની ઉજવણી કરી છે.

ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેનના સુખ દુખમાં સહભાગી થવાનો વચન આપે છેતેમ જણાવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે.પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણામાં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઇ છે.રક્ષા બંધનના વતનથી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે

વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે.દરેક જવાનોને મીઠાઇના બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ તથા સહભોજન લીધું હતું. આ પ્રસંગે સી.ઓ ૮૪ બટાલિયન બી.એસ.એફ. અનિલ કુમાર યાદવ અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનોનો પરિચય આપ્યો હતો.બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશિષ પાઠવ્યા હતા.કલાકારોએ શૌર્ય ગીત તથા રક્ષાબંધનના ગીતો ગાયા હતા.બહેનો સાથે બી.એસ.એફ. માં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો.






Latest News