ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામ નજીકથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 1.71 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરના મેસરીયા ગામ નજીકથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 1.71 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના મેસરીયા ગામની સીમમાં હોટલ સામેથી પસાર થતી સ્વિફ્ટ કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી 105 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ તથા કાર મળીને 1.71 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેસરીયા ગામની સીમમાં ચામુંડા હોટલ પાસેથી સ્વિફ્ટ  ગાડી નંબર જીજે 1આરજી 3484 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી 105 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે  21,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 1.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 1.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી રામકુભાઇ સાદુળભાઈ વિકમા (32) અને મનુભાઈ નરસીભાઈ મકવાણા (30) રહે, બંને ડાકવડલા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે

વિરાટનગર પાસે દુકાન નજીકથી બાઈકની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયા ચોક સાનિધ્ય એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 402 માં રહેતા રોહિતભાઈ લક્ષ્મણભાઈ વસાણીયા (33)અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વિરાટનગર ગામ પાસે રાજા બોર્ડર શોરૂમની બાજુમાં શિવધારા ચેમ્બર શ્રીરામ મોટર રીવાઇડીંગ નામની દુકાન પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એન 4558 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News